તા. ૦૯.૦૬.૨૦૨૬
પ્રથમ કારોબારી સમિતિ સભા
પ્રતિ,
પરમ સ્નેહી શ્રી કારોબારી સમિતિ સભ્ય/આમંત્રિત સભ્ય શ્રી,
શ્રી લોહાણા મહાપરિષદ.
જય રઘુવંશ, જય મહાપરિષદ,
શ્રી લોહાણા મહાપરિષદ ના પ્રમુખ શ્રી સતિષભાઇ વિઠલાણી ના અધ્યક્ષપદે, ઇ.સ. ૨૦૨૬-૩૧ના સત્રની પ્રથમ કારોબારી સમિતિ ની સભા શુક્રવાર તા. ૧૦, શનિવાર તા. ૧૧ અને રવિવાર તા. ૧૨ જુલાઈ ૨૦૨૬ ના રોજ મનોહર ગાર્ડન્સ, નાશિક, મહારાષ્ટ્ર ખાતે શ્રી નાશિક લોહાણા મહાજન ના યજમાન પદે બોલાવવામાં આવી છે. આપશ્રી ને આ સભામાં સમયસર હાજર થઈને ભાગ લેવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.
વિશ્વ સ્તરે વસતા આશરે ૨૫ થી ૩૫ લાખ લોકો ની સંખ્યા ધરાવતી લોહાણા જ્ઞાતિના જવાબદાર પ્રતિનિધિ તરીકે આપની આ સભામાં ઉપસ્થિતિ અનિવાર્ય છે. જો કોઈ પણ કારણસર આપ આવી ન શકો તેમ હોય તો મિટિંગ ની વેબસાઇટ પર આપેલ ફોર્મ: https://nashikmeeting.lohanamahaparishad.org/meeting-absence દ્વારા તા. ૩૦ જૂન ૨૦૨૬ પહેલા આપની ગેરહાજરી ની જાણ કરવા નમ્ર વિનંતી.
વિશેષ નોંધ:
- તા. ૧૦ થી ૧૨ જુલાઈ ૨૦૨૬ દરમિયાન યોજાનાર કાર્યક્રમ અંગે માહિતી અને સૂચનાઓ:
- તા. ૧૦મી જુલાઈ ૨૦૨૬ના રોજ શ્રી ખીમજી ભગવાનદાસ આરોગ્ય ભવન ખાતે પૂજનવિધિ, નવસર્જિત રૂમોનું લોકાર્પણ તથા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ કારોબારી સભ્યો તથા આમંત્રિતોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે. સૌએ પોતાના નાશિક આગમનનું આયોજન તે મુજબ કરવા વિનંતી.
- તા. ૧૦મી જુલાઈ ૨૦૨૬ના રોજ સાંજે ગોદા આરતી, કરૉકે નાઇટ તથા ત્યારબાદ રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.
- તા. ૧૧મી જુલાઈના રોજ સવારે ૬:૦૦ થી ૮:૦૦ વાગ્યા સુધી હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારબાદ ચા-નાસ્તા ની વ્યવસ્થા શ્રી ખીમજી ભગવાનદાસ આરોગ્ય ભવન ખાતે કરવામાં આવેલ છે.
- તા. ૧૦, ૧૧ અને ૧૨મી જુલાઈ ૨૦૨૬ના કાર્યક્રમો, એજન્ડા, રહેઠાણની માહિતી તથા નાશિક અને આસપાસના ધાર્મિક-પૌરાણિક સ્થળોની વિગતો સભાની વેબસાઇટ https://nashikmeeting.lohanamahaparishad.org/ પર ઉપલબ્ધ છે, જેથી સૌ સભ્યો/આમંત્રિતોએ પોતાના આગમન અને રહેવાની વ્યવસ્થા સ્વખર્ચે તથા પોતાની અનુકૂળતા મુજબ ગોઠવી શકે.
- પ્રથમ કારોબારી સમિતિની સભા તા. ૧૧મી જુલાઈ ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે રજિસ્ટ્રેશન અને અલ્પાહાર બાદ સવારે ૧૧:૦૦ વાગ્યે સમયસર શરૂ થશે. બહારગામથી આવતા પ્રતિનિધિઓને સમયસર હાજર રહેવા વિનંતી.
- કારોબારી સભ્યો તથા આમંત્રિતો માટે રૂ. ૨૦૦૦/- ની ડેલિગેટ ફી નિર્ધારિત કરવામાં આવેલ છે. રજિસ્ટ્રેશન તથા પેમેન્ટ માટે મુલાકાત લો: https://nashikmeeting.lohanamahaparishad.org/
પ્રવાસ, ઉતારા વ્યવસ્થા વગેરે ની જાણકારી હેતુ સંપર્ક:
સભા સ્થળ: મનોહર ગાર્ડન્સ, ગોવિંદ નગર, નાશિક, મહારાષ્ટ્ર - ૪૨૨૦૦૯.
સભા સ્થળ ની નજીક માં આવેલ રહેઠાણ વ્યવસ્થા ની જાણકારી સભાની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે: https://nashikmeeting.lohanamahaparishad.org/accomodation
ટ્રેન, બસ, ફ્લાઇટ તથા કાર બૂકિંગ, સભા સ્થળની નજીક રહેઠાણ વ્યવસ્થા, તેમજ નાશિકમાં અને નાશિક થી નજીકમાં આવેલ જોવાલાયક સ્થળો તથા ટૂરિઝમ વિષે માહિતી માટે સંપર્ક:
- શ્રી હર્ષિનભાઈ કારીયા – મો: +91 9420692855
- શ્રી તેજસભાઈ સેજપાલ – મો: +91 7387428525
મહારાષ્ટ્ર ઝોનલ ઉપપ્રમુખ (ઉત્તર મહારાષ્ટ્ર):
શ્રી નિરવભાઈ પંજવાણી – મો: +91 9823311911
To,
Karobari Samiti Members and Invitees
Shree Lohana Mahaparishad
Jay Raghuvansh! Jay Mahaparishad!
Under the presidentship of Shri Satishbhai Vithalani, the First Karobari Samiti Meeting of Shree Lohana Mahaparishad's 2026-31 term will be held on 10th–12th July 2026 at Manohar Gardens, Govind Nagar, Nashik, Maharashtra 422009 hosted by Shree Nashik Lohana Mahajan. You are cordially invited to attend and participate in the meeting.
As a diligent representative of our Lohana community of about 2.5 to 3.5 million people across the globe, it is expected that you attend and actively participate in the meeting.
If, due to any reason, you are unable to attend the meeting, you are kindly requested to inform about your absence by email at contact@lohanamahaparishad.org at the earliest convenience.
IMPORTANT NOTE: