તા. ૪ એપ્રિલ ૨૦૨૬, શનિવાર - ઑનલાઇન
૧) રજિસ્ટ્રેશન / ઑનલાઇન હાજરીની નોંધણી
બપોરે ૦૪:૦૦ થી ૦૪:૩૦, 30 મિનિટ
૨) રઘુવંશી ગૌરવ ગીત
૦૪:૩૦ - ૦૪:૩૫, 5 મિનિટ
૩) માનદ મંત્રી દ્વારા સભ્યોને આવકાર
૦૪:૩૫ - ૦૪:૪૦, 5 મિનિટ
૪) ગત મધ્યસ્થ મહાસમિતિ સભા પછી દિવંગત થયેલ જ્ઞાતિજનને શ્રદ્ધાંજલી
૦૪:૪૦ - ૦૪:૪૨, 2 મિનિટ
૫) આવેલા સંદેશા અને રજા ચીઠ્ઠીનું વાંચન, તેમજ ગેરહાજર રહેલા સભ્યોની નોંધ અને બહાલી
૦૪:૪૨ - ૦૪:૪૫, 3 મિનિટ
૬) તા. ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ મુંબઈ ખાતે મળેલી ૨૦૨૦-૨૦૨૫ તેમજ ૨૦૨૬-૨૦૩૧ ના સત્રોની મધ્યસ્થ મહાસમિતિની સંયુક્ત બેઠકની કાર્યવાહીની ડ્રાફ્ટ મિનિટ્સ ૧૮ માર્ચ ૨૦૨૬ સુધી સભ્યોના વાંચન માટે વેબસાઇટ પર મૂકવામાં આવશે. દરેક સભ્યએ ડ્રાફ્ટ મિનિટ્સ વાંચીને કોઈ સૂચનો હોય તો contact@lohanamahaparishad.org પર ઈમેલ દ્વારા મહાપરિષદ ઓફિસમાં ૨૫ માર્ચ ૨૦૨૬ સુધી જાણ કરવી. આવી રીતે જો કોઈ સૂચનો આવ્યા હોય તો તેના પર ચર્ચા-વિચારણા કરી અને મિનિટ્સને બહાલી આપવી
૦૪:૪૫ - ૦૪:૫૦, 5 મિનિટ
૭) નાણાંકીય મુદ્દાઓ અંગે
- શ્રી લોહાણા મહાપરિષદ અને રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટના નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના અનઓડિટેડ હિસાબોની રજૂઆત અને તેના પર ચર્ચા-વિચારણા
- પેન્ડિંગ ઇન્કમ ટેક્સ એસેસમેન્ટ અને અપીલ બાબતે જાણકારી
- શ્રી લોહાણા મહાપરિષદ અને રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટના ૨૦૨૬-૨૦૩૧ ના સત્ર માટે ઑડિટરની નિમણૂક તેમજ તેમના વાર્ષિક મહેનતાણા અંગે જાણકારી અને ઠરાવ
- માતૃસંસ્થા દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન અપાયેલ શિક્ષણ સહાય, ઉચ્ચ શિક્ષણ સહાય અને મેડિકલ સહાય તથા અન્ય સહાયની જાણકારી, સહભાગી દાતાઓ અને સહભાગી સંસ્થાઓની જાણકારી અને તે સર્વનો આભાર દર્શન
૦૪:૫૦ - ૦૫:૧૦, 20 મિનિટ
૮ (૧) શ્રી લોહાણા મહાપરિષદના ૨૦૨૬-૨૦૩૧ ના સત્ર માટે ૨ મહામંત્રીશ્રીઓ તેમજ ૨ ખજાનચીશ્રીઓની નિમણૂક અંગે જાણકારી
૦૫:૧૦ - ૦૫:૧૩, 3 મિનિટ
૮ (૨) શ્રી લોહાણા મહાપરિષદના ૨૦૨૬-૨૦૩૧ ના સત્ર માટે સલાહકાર સમિતિના અધ્યક્ષશ્રીની નિમણૂક અંગે જાણકારી
૦૫:૧૩ - ૦૫:૧૫, 2 મિનિટ
૮ (૩) શ્રી લોહાણા મહાપરિષદના ૨૦૨૬-૨૦૩૧ ના સત્ર માટે મહિલા સમિતિ અધ્યક્ષ તથા યુવા સમિતિ અધ્યક્ષની નિમણૂક અંગે જાણકારી
૦૫:૧૫ - ૦૫:૨૦, 5 મિનિટ
૮ (૪) શ્રી લોહાણા મહાપરિષદના ૨૦૨૬-૨૦૩૧ ના સત્ર માટે દેશ-વિદેશના ઝોનલ પ્રમુખશ્રીઓની નિમણૂક અંગે જાણકારી
૦૫:૨૦ - ૦૫:૩૫, 15 મિનિટ
૮ (૫) શ્રી લોહાણા મહાપરિષદના ૨૦૨૬-૨૦૩૧ ના સત્ર માટે સ્થાયી સમિતિઓના અધ્યક્ષશ્રીઓની નિમણૂક અંગે જાણકારી
૦૫:૩૫ - ૦૫:૪૫, 10 મિનિટ
૮ (૬) મુલુંડ ખાતે શ્રી લોહાણા મહાપરિષદ એજ્યુકેશન ટ્રસ્ટના ૨૦૨૬-૨૦૩૧ ના સત્ર માટે ટ્રસ્ટીશ્રીઓની નિમણૂક અંગે જાણકારી અને નિર્ણય
૦૫:૪૫ - ૦૫:૫૦, 5 મિનિટ
૮ (૭) મુદત પૂર્ણ થયા બાદ મધ્યસ્થ મહાસમિતિના સભ્યપદ માટે મહાજનશ્રીઓ તથા સંસ્થાઓ દ્વારા આવેલ ફોર્મ અંગે રજૂઆત અને બહાલી. ૧ જૂન ૨૦૨૬ સુધી નવા ફોર્મ સ્વીકારવા અંગે નિર્ણય. શ્રી લોહાણા મહાપરિષદ મધ્યસ્થ મહાસમિતિની સંયુક્ત સભા: તા. ૪ એપ્રિલ ૨૦૨૬, શનિવાર - ઑનલાઇન
૦૫:૫૦ - ૦૫:૫૫, 5 મિનિટ
૯) વૈશ્વિક સરસ્વતી સન્માનનો આગામી કાર્યક્રમ યોજવા અંગે રજૂઆત
૦૫:૫૫ - ૦૬:૦૫, 10 મિનિટ
૧૦) તા. ૩૦, ૩૧ જાન્યુઆરી અને તા. ૧ ફેબ્રુઆરી ના રોજ યોજાયેલ LIBF એક્સ્પો ૨૦૨૬ મુંબઈ કોલિંગના આવક-જાવકના હિસાબોની રજૂઆત અને LIBF ના આગામી કાર્યક્રમ અંગે જાણકારી
૦૬:૦૫ - ૦૬:૨૦, 15 મિનિટ
૧૧) ઈ. સ. ૨૦૨૭ નું સંપૂર્ણ વર્ષ માતૃસંસ્થા ના ૭૫ વર્ષ ની પૂર્તિ નિમિત્તે દેશ-વિદેશ માં લોહાણા અમૃત મહોત્સવ તરીકે ઉજવવા બાબતે તથા ડિસેમ્બર ૨૦૨૭ માં સપ્તમ અધિવેશન ભરવા અંગે ચર્ચા, વિચારણા અને નિર્ણય
૦૬:૨૦ - ૦૬:૫૦, 30 મિનિટ
૧૨) માતૃસંસ્થા ના વરિષ્ઠ ઉપપ્રમુખશ્રી નિતિનભાઈ રાયચુરા દ્વારા ઉદ્બોધન
૦૬:૫૦ - ૦૬:૫૫, 5 મિનિટ
૧૩) માતૃસંસ્થા ના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા ઉદ્બોધન
૦૬:૫૫ - ૦૭:૧૫, 20 મિનિટ
૧૪) માતૃસંસ્થા ના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠલાણી દ્વારા ઉદ્બોધન
૦૭:૧૫ - ૦૭:૨૫, 10 મિનિટ
૧૫) પ્રમુખસ્થાનેથી અન્ય કોઈ બાબત પર રજૂઆત, ચર્ચા-વિચારણા અને નિર્ણય
૦૭:૨૫ - ૦૭:૩૦, 5 મિનિટ
૧૬) મહામંત્રી શ્રી દ્વારા આભારવિધિ તથા સમાપન
૦૭:૩૦ - ૦૭:૩૫, 5 મિનિટ
૧૭) રાષ્ટ્રગાન
૦૭:૩૫ - ૦૭:૩૭, 2 મિનિટ
નોંધ: કોરમના અભાવે મુલતવી રહેલી મધ્યસ્થ મહાસમિતિની સભા તેજ દિવસે તેજ સ્થળે અડધા કલાક બાદ ઉપરોક્ત કાર્ય માટે મળશે અને તેમાં હાજર રહેલા સભ્યો એજન્ડા મુજબ કાર્ય કરી શકશે. તે સભામાં લેવાયેલા નિર્ણયો કાયદેસરના ગણાશે.
